Tuesday, 5 July 2016

શ્રીમદ્ ભાગવત એ જીવન જીવવાનો અદ્ભુત ગ્રંથ છે.

શ્રીમદ્ ભાગવત પ્રભુનું વૈકુંઠધામ! અને દસમ સ્કંધ એ પ્રભુનું હૃદય!
શ્રીમદ્ ભાગવત એ માનવ જીવનનું મુક્તિનું મંદિર!
ભગવાન શ્રીકૃષ્ણ પરમાત્મા પોતાનું અવતાર કાર્ય પુર્ણ કરીને સ્વધામ પધાર્યા ત્યારે યોગેશ્વર એવા શ્રીકૃષ્ણે પોતે જ પોતાનું સ્વરૂપ શ્રીમદ્ ભાગવતમાં પધરાવ્યું તે જ શ્રીમદ્ ભાગવત.
ભારતીય અસ્મિતાનો આ જ્યોતિ તેજપૂંજ છે. શ્રીમદ્ ભાગવતનો મહિમા અપાર છે આ મુક્તિ અપાવે તેવો ગ્રંથ છે. ભવસાગર તારણવર એક નૌકા છે. ભારતની ગંગા-યમુના જેવો પવિત્ર ગ્રંથ છુ. જન્મ જન્માંતરના પાપોનો મુક્તિદાયક ગ્રંથ છે.
વૈકુંઠ પાર જવાની પગદંડી છે. પદ્ય પુરાણમાં ઉલ્લેખ છે.
હે અંબરીષ! તું સંસારનો નાથ ઈચ્છતો હો તો નિત્ય ભાગવતનું સ્મરણ કર જે ઘરમાં શ્રી ભાગવત બિરાજે છે તે શ્રી હરિનું હરદ્વાર છે. ડાકોરજીનું એક મંદિર છે વૈષ્ણવોની હવેલી છે. શ્રીમદ્ ભાગવત ભક્તિપ્રધાન ગ્રંથ છે જે માનવ જીવનમાં ચેતના પ્રકટાવે છે શ્રીમદ્ ભાગવતમાં બાર સ્કંધ છે ૩૩૫ અઘ્યાય છે અને અઢાર શ્વ્લોકોનું બનેલું વટ વૃક્ષ છે.
ભક્તિના નવ પ્રકાર છે. (૧) શ્રવણ (૨) કીર્તન (૩) સ્મરણ (૪) પાદસેવા (૫) અર્ચન (૬) વંદન (૭) દાસ્યા (૮) સૈખ્ય (૯) આત્મ નિવેદન વેદવ્યાસના શ્રીમદ્ ભાગવતમાં બધા પાત્રો દ્વારા આ જાણવા મળે છે.
ભક્તિ સાન અને વૈરાગ્યનો આમાં ત્રીવેણી સંગમ છે.
જીવનનું દયેય પરમપદની અને પ્રભુપ્રાપ્તિ છે આ શ્રીમદ્ ભાગવત આપે છે. આ મહાપુરાણ છે તે રસાત્મક ભગવાનનો રસ છે, વૈષ્ણવોનો વેદ છે, તે વૈષ્ણવોનું ધન છે. શ્રીમદ્ ભાગવતની વિશિષ્ટતા એ છે કે ભગવાન પોતાના વ્હાલા ભક્તોનો મહિમા સ્વરૂપે ગાય છે.
શ્રી વલ્લભાચાર્યજી કહે છે કે શ્રીજીબાવાનો રંગ શ્યામ તો શ્રી યમુનાજીનો રંગ પણ શ્યામ શ્રીમદ્ ભાગવત એ સમાધિશાસ્ત્ર છે.
બાળકોને સંસ્કારનું સંિચન કરવું હોય યુવાનોમાં ભક્તિનાં બીજ વાવવાં હોય ઘરમાં ધાર્મિક વાતાવરણ ઉભુ કરવું હોય તો ભાગવતજીનો એક પાઠ નિત્ય ઘરમાં કરવો જોઈએ.
ઘરમાં જે ભાગવતનું પઠન ચંિતન કરશે તેની ઘરે કાળ આવશે નહિ.
સત્યુગમાં વિષ્ણુનું ઘ્યાન કરવાથી, ત્રેતાયુત્રમાં પસો કરવાથી દ્વાપર યુગમાં પૂજા કરવાથી ફળ મળતું હતું તે ફળ કળિયુગમાં ભાગવતજીનું શ્રવણ કરવાથી મળે છે. શ્રીમદ્ ભાગવતજી ભગવાનની શબ્દાત્મક મૂર્તિ છે. શ્રીમદ્ ભાગવતના શબ્દો તે શ્રીકૃષ્ણ છે અને ગે ગુઢ અર્થો છે તે શ્રીરાધાજી છે.
સૂરદાસ કહે છેઃ-
‘‘નિગમકલ્પતરૂ શીતલ છાયા
દ્રદશવેડ પુષ્ટિધન પલ્લવ
ત્રિગુણ-તત્ત્વ વ્યારો નહિ માયા
ફલ અતિ મઘુર સુંદર પુષ્પ-યુક્ત
અધ અસ અધાન દૂર કરનકો
નવધા ભક્તિ ચારુ મુક્તિફલ
જ્ઞાન બીજ અસ બ્રમરસ પ્રીતા’’
ઉઘ્ધવજી કૃષ્ણ સ્વધામ જતા હતા ત્યારે મુક્તિનો માર્ગ કયો? તેવું પૂછે છે હિમાલય શ્રી બદકા આશ્રમમા જવાનો આદેશ આપે છે ત્યારે ઉઘ્ધવજી કહે છે કે પ્રભુ! સ્વાનુભવ અને આપનાં દર્શન કયાં મળે? ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે શ્રીમદ્ ભાગવત મારૂ સ્વરૂપ જ છે તેનું દર્શન પૂજન, અર્ચન કરજે. મારૂ સ્વરૂપ જરૂર દેખાશે.
શ્રીમદ્ ભાગવતમાં કુંતી સ્તુતિ
ભિસ્મસ્તુતિ, મંગલાચરણ નારાયણ કવચ, અદભુત છે.
શ્રી વેણુંગીત શ્રી ગોપીગીત શ્રી યુગલાગીત શ્રી ભ્રમર ગીત સંસારના અદભુત ભક્તિ ગીત છે.
શ્રીમદ્ ભાગવતમાં !!શ્રી કૃષ્ણ શસ્ણં મમ!!
અદભુત મંત્ર છુપાયેલો છે કૃષ્ણાય વાસુદેવા ૫ નમઃ નમો ભગવતે તુભ્યં નમઃ પંકજ ના ભાય સ્વપ્નદાષ્ટા મહોત્પાતા જેવા અનેક અદ્ભુત મંત્રો છે.
૧૮ શ્વ્લોકોમાં ‘નંદ મહોત્સવ’ કર્યો છે આજના કળિયુગમાં નંદમહોત્સવ આનંદ આપે છે.
જીવોને સુધારતી અને મરણને સુધારતી આ કથા પરમહંસોની કથા છે કથા દિવ્ય છે બધા જ ધર્મોના સાર આમાં છે.
ભાગવત ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય શુ છે તે શિખવે છે.
ગોપીગીતમાં ભગવાન ગોપીઓને વિરહ કરાવે છે ત્યારે ગોપીઓ બોલે છેઃ-
તવકથામૃતં તૃપ્ત જીવનં કવિભિરાહિતં શ્રવણ મંગલં શ્રીમદાતતં ભુવિ કલ્મષાપહમ્ ।
તમારા કથા તૃપ્ત ‘ગૃણન્તિ તે ભૂરિદા જનાઃ।।
જીવને પાવર કરનારા છે’
શ્રી કૃષ્ણભક્તિની ગંગામાં ન્હાવું હોય તો શ્રીમદ્ ભાગવતનો આશરો લેવો પડે જ
શ્રીમદ્ ભાગવતમાં ચોવીસ અવતારો વર્ણાવ્યા છે ‘પરમાત્મા’ એટલે શું?
પ =પાંચ
ર =બે
મા = સાડા ચાર
ત્મા = આઠ (અર્ધો ત્) છેલ્લે સાડા ચાર ભાગવતનું ફળ દસમ સ્કંધ છે.
અગીયારના સ્કંધમાં ધરતી, વાયુ, જળ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, અજગર, સમુદ્ર, પતંગિયુ, મધમાખી એમ (૨૪) ના બોધ શીખવા જેવા છે.
શ્રીમદ્ ભાગવતની આરતીમાં આવે છે કે...
ૐ જયદેવ, જયદેવ જય જય શ્રી કૃષ્ણા
પ્રભુ જય જય શ્રી કૃષ્ણા
દ્વાદંશ સ્કંધની આરતી જે કોઈ ગાશે
જે ભાવે ગાશે
શ્રી શુકદેવ કૃપાથી હરિચરણે જાશે
ૐ જયદેવ જયદેવ ।।
ભાગવતજીમાં શુકદેવજી અંતે પરિક્ષીત ને કહે છે હે પરિક્ષીત ! તારા જીવનનો અંતીમ દિવસ આવશે હૃદયમાં ભગવાન પ્રત્યે શ્રઘ્ધા ભાવના રાખજે !
શ્રીમદ્ ભાગવત એ જીવન જીવવાનો અદ્ભુત ગ્રંથ છું, માનવ મુક્તિનું મંદિર છું.

No comments:

Post a Comment